બૈગન કરી … (Brinjal Curry) …
૪-૫ વ્યક્તિઓ માટે
(સમય : ૫૦ મિનિટ)
બી – (seeds) વિનાના રીંગણાને મેરીનેટ કરીને બનાવેલ બૈગન કરી (રીંગણા) ખૂબજ સ્વાદિષ્ટ બને છે. સીંગદાણાની કરીમાં (શાકના રસામાં ) નરમ – મુલાયમ રીંગણા તરતા હોય અને તેનો સ્વાદ જ અનેરો હોય છે. જે સૌને પસંદ આવે.
સામગ્રી :
૫૦૦ ગ્રામ બી – વિનાના રીંગણા (૨ મોટા રીંગણા)
રીંગણાને મેરીનેટ કરવા માટે …
સામગ્રી :
૨ ટે.સ્પૂન દહીં
૨ ટે.સ્પૂન ચણાનો લોટ
૧/૨ – નાની ચમચી મીઠું
૧/૪ – નાની ચમચી ગરમ મસાલો
તેલ રીંગણા તળવા માટે..
કરી બનાવવા માટે …
સામગ્રી :
૨૫૦ ગ્રામ ટામેટા (૪ નંગ)
૧-૨ નંગ લીલા મરચા
૧ નંગ આદુ (૧ ઈંચ નો ટૂકડો)
૨ ટે.સ્પૂન સિંગદાણા (સેકેલ-ફોતરા ઉતારી લેવા)
૧/૨ – કપ તાજુ દહીં
૨ ટે.સ્પૂન તેલ
૧ Pinch (ચપટીક) હિંગ
૧/૨ – નાની ચમચી જીરું
૧/૨ – નાની ચમચી હળદર પાઉડર
૧-૧/૨ – નાની ચમચી ધાણા પાઉડર
૧/૪ – નાની ચમચી લાલ મરચાનો પાઉડર
૩/૪ – નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)
૧/૪ – નાની ચમચી ગરમ મસાલો
૧ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારેલી)
રીત :
રીંગણાને પાણીથી ધોઈ, છાલ ઉતારી અને પાણીમાં ડૂબાડીને રાખવા.
રીંગણાને મેરીનેટ કરવા મસાલો તૈયાર કરવો….
એક વાસણમાં ફેંટેલુ દહીં, ચણાનો લોટ, મીઠું અને ગરમ મસાલો કાઢવો અને બધાને મિક્સ કરવું.
રીંગણાના ૧-૧/૨” ઈંચની x ૧-૧/૨” ઈંચની, જાડાઈ અને પહોળાઈમાં ટૂકડા કરવા. રીંગણાના ટૂકડાને દહીંના મસાલામાં ખૂબજ સારી રીતે મિક્સ કરવા અને ૨૦ મિનિટ સુધી તેમાં રાખવા. (દહીં સાથેનો મસાલો દરેક ટૂકડામાં વ્યવસ્થિત લાગી જવો જોઈએ.)



