ઘવાયેલું બાળમન …

ઘવાયેલું બાળમન  …


આજે વાર્તા નાની છે માટે જરૂર થી વાંચજો, અતિ સુંદર અને સમજવા જેવી છે..
મિત્રો આ વાર્તા ને વાચો ને સમજો.. પછી લાઇક કરો અથવા કોમેન્ટ આપો…
 

શ્રી. પી. રાજાની અંગ્રેજી વાર્તાને આધારે (‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી)

ઘવાયેલું બાળમન  ...

‘ધારો કે ભગવાન તમારા ઉપર પ્રસન્ન થાય. માગ, માગ, માગે તે આપું ! તો તમે તેની પાસે શું માગો ?’ શિક્ષકે વર્ગમાં પૂછ્યું. કોઈકે કંઈક માગ્યું અને કોઈકે કાંઈક. ત્યાં રાજુ ઊભો થઈ બોલ્યો :
‘રિવોલ્વર’
‘રિવોલ્વર ?’
‘હા, રિવોલ્વર – ત્રણ ગોળી ભરેલી.’
‘પણ શા માટે ?’
‘ઘરમાંના ભૂતોને ખતમ કરવા.’
‘ભૂતો ?’
‘હા, મારાં માબાપ. મારા માટે એ ભૂતો જેવાં જ છે. મારી સાથે ન બોલે, ન ચાલે. પણ એમનો ડર લાગે.’
‘તારા પિતાજી શું કરે છે ?’
‘દાક્તર છે. એમનું મોટું દવાખાનું છે. આખો દિવસ ત્યાં જ રહે છે.’
‘અને તારી મા.’
‘સ્કૂલમાં ટીચર છે.’
‘તારાં ભાઈ-બહેન ?’
‘કોઈ ભાઈ-બહેન નથી. હું એકલો છું.’
‘તો એકના એક દીકરાને તો માબાપ ખૂબ લાડ લડાવતાં હશે.’
‘લાડ ? એટલે શું ? મારા બાપ તો સવારે હું ઊઠું તે પહેલાં ઘરમાંથી ચાલ્યા ગયા હોય અને એ રાતે મોડેથી આવે, ત્યારે હું સૂઈ ગયો હોઉં.’

‘અને મા ?’
‘આખો દિવસ તો સ્કૂલમાં હોય અને ઘરે આવે ત્યારે ઢગલો નોટબૂક સાથે લાવી હોય તે તેણે તપાસવાની હોય, રસોઈ કરવાની હોય. એટલે મારા માટે તો તેની પાસે સમય જ ન હોય.’
‘એ બંને આટલું બધું કામ કરે છે, તે તારા માટે જ ને !’
‘મારા માટે ?’
‘હા, તેઓ આટલી બધી મહેનત કરીને પૈસો ભેગો કરે છે, તે તારા માટે જ ને ! એમને બીજું કોણ છે ? તું એમનો એકનો એક દીકરો.’
રાજુ હસ્યો : ‘પૈસો ! પૈસાને શું કરું ?’
‘મોટો થઈને તું રાજાની માફક રહી શકે, રાજકુંવરની માફક ખાઈ-પી શકે.’
‘મને ખબર નથી, પૈસો ખવાતો-પીવાતો હશે ! આજે તો હું પ્રેમ માટે તલસું છું.’
‘તે પ્રેમ વિના તું આટલો મોટો થયો હશે ? માબાપે જ તને પ્રેમથી ઉછેરીને આવડો કર્યો ને !’
‘નાનપણથી જ પ્રેમ એટલે શું, તેની મને ખબર નથી. મારી માએ મને કદી ખોળામાં લીધો નથી કે મારા બાપે કદી મારા માથે વહાલથી હાથ ફેરવ્યો નથી. બંને કામ ઉપર જાય, ત્યારે મને ઘરમાં સાચવવા એક બુઢ્ઢી બાઈ હતી. મોટે ભાગે તો એ ઘોરતી હોય. મને રમકડાં આપી દીધાં હોય. થોડો મોટો થયો ત્યારે એ બુઢ્ઢી ગઈ અને મને સાંભળવા એક પ્રૌઢ ઉંમરની બાઈ આવી. એ બહુ લુચ્ચી હતી. મને મારતી અને મારા માટે આપેલું ખાવાનું પોતે ખાઈ જતી. એના રૂક્ષ વહેવારથી હું ત્રાસી ગયેલો. એક દિવસ ઘરમાંથી પૈસા ને દાગીના લઈને એ નાસી ગઈ. ત્યાર બાદ મારી સંભાળ મારે જ લેવાની આવી.’

‘પછી તો તું મોટો પણ થઈ ગયો હશે ને !’
‘હા, હવે હું નિશાળે જતો થયો. સવારે મા મને સ્કૂલે મૂકી જતી. સાંજે મને સ્કૂલે લેવા આવતી. પણ ઘણી વાર એવું બનતું કે હું નિશાળેથી વહેલો છૂટી જાઉં, અને ત્યારે હું મારી મેળે ઘરે આવી જતો. તો બારણે તાળું હોય. હું ઓટલે ઝોંકા ખાતો ભૂખ્યો-તરસ્યો બેસી રહેતો. તેમાં મા આવીને મને વઢતી. ક્લિનિકે જઈને કેમ ન બેઠો ? ત્યાં બેસીને લેસન કરતો હોય તો ! અને ઘરે આવીનેય એ તો રોજ એના કામમાં ડૂબેલી હોય. ઘરકામ કરતી હોય કે સ્કૂલેથી લાવેલી નોટો તપાસતી હોય. મને કહી દે, લેસન કરવા બેસી જા, તને ખાવા ન બોલાવું ત્યાં સુધી મને ડિસ્ટર્બ કરતો નહીં.’
‘ઠીક, પણ રવિવારે તો બંને ઘરમાં રહેતાં હશે ને ?’
‘હોય કાંઈ ? રવિવાર તો મારા માટે જેલનો દિવસ. રવિવારે પણ બાપનું બપોર સુધી દવાખાનું ચાલે અને ખાઈને થોડો આરામ કરી કલબમાં ચાલ્યા જાય. મા પણ કલબમાં જાય કે એનાં મંડળોમાં જાય. અને છાસવારે બહાર પાર્ટીમાં બંનેને જવાનું હોય. રાતે બહુ મોડેથી આવે, ત્યારે હું ટીવી વગેરે જોઈને થાકી-કંટાળીને સૂઈ ગયો હોઉં.’
‘તારા કોઈ દોસ્તાર નથી ?’
‘અમારી બિલ્ડિંગમાં તો મારી ઉંમરના કોઈ નહીં. અમારી સામે ઝૂંપડપટ્ટીમાં હતા, પણ એમની સાથે રમવાની કે હળવા-ભળવાની મને સખત મનાઈ. કહે, એ લોકો સાથે મળવાથી ખોટાં સંસ્કાર પડે !’
‘ત્યારે, એમ છે. એટલા વાસ્તે તારે રીવોલ્વર જોઈએ છે ? તારું ધ્યાન ન રાખનારને ખતમ કરવા છે ?’
‘હા, રિવોલ્વર – ત્રણ ગોળી સાથેની.’
‘બે તો સમજ્યા. પણ આ ત્રીજી ગોળી કોના માટે ? તારા માટે કે મારા માટે ?’
રાજુ બે ઘડી મૂંગો રહ્યો. એના ચહેરા ઉપર નરી દીનતા છવાયેલી હતી. પછી તેણે ઊંચે આકાશ સામે જોયું અને ધીમે ધીમે એક એક શબ્દ ઉચ્ચારતો એ બોલ્યો : ‘ત્રીજી ગોળી એ અનાથાશ્રમના વ્યવસ્થાપક માટે, જેણે મારાં આજનાં કહેવાતાં માબાપને મને દત્તક લેવાની પરવાનગી આપી.’

સૌજન્ય : અજ્ઞાત  (ફેશબુક -)

This entry was posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, બાળ વિભાગ -કલરવ, લેખ, વીણેલા મોતી. Bookmark the permalink.

આપના ફેશબુક પરના પ્રતિભાવ અહીં જરૂર મૂક્શોજી ...

33 Responses to ઘવાયેલું બાળમન …

  1. વિકાસ કૈલા says:

    અશોક કાકા
    દિલ થી નિકળતા શબ્દો કહુ છુ ..
    સાચુ હોય તો મને હા કહેજો …
    પૈસો માણસ ને મોત માટે વહેલા આમંત્રણ આપે છે..
    લોકો પૈસા ને પામવા માટે દિવસ અને રાત જોયા વિના ગધેડાની જેમ કામ કર્યા કરે છે..
    પણ તેમના સંતાન માટે તેમાથી ૧ કલાક પણ નથી આપી શકતા ..
    જેથી તે બાળક કમાન વિના ના ઘોડા જોવો બની જાય છે ..
    મતલબ કે તેને તે શુ કરવા જઈ રહ્યો છે તે પણ નથી ખબર હોતી …
    મોટા લોકો તેમના સંતાન ના હોય તો પોતાના પૈસાના બળે સંતાન ને દત્તક તો લે છે ..
    પણ તે ખાલી કેવા પુરતો જ કેવાય છે..
    કેમ કે તે લોકો ને તેનાથી જાણૅ મતલબ જ ના હોય તેમ તેની જોડે વર્તાવ કરતા હોય છે..
    જેથી બાળક ના મન મા ખોટા વિચારો ઉદભવે છે ..

  2. vijay shah says:

    mari ek laghunavalakathaa Durlaxy maa aa vI rite avoided child ni katha lakhi Che
    http://vijayshah.wordpress.com/durlaxya/

  3. joshiganpatram ranchhodbhai says:

    ખરેખર વાર્તા દિલને સ્પર્શ કરીલે તેવી છે.પણ શિક્ષિકા ને દાકતર અને અનાથાશ્રમના વ્યવસ્થાપકે તેની ઝીંદગી સુધારવા માટે પ્રયત્ન કરેલ છે.નહીતર ગણી જગ્યાએથી ખબર મળે છે,કે તાજુ જન્મેલુ બાળક મળેલ છેશિક્ષિકા ને દાકતર અને અનાથાશ્રમના વ્યવસ્થાપકે આવીવેવસ્થા કરી ત્યારે તેમને ગોળી ખાવાનો વારો આવ્યોને. બાળક બુધ્ધી છે. પાલક મા-બાપ ને યસોદા અને નંદનીજેમ બાળક ક્રુષ્નને રાખવુ જોઇએ

  4. R D Patel says:

    khub j sundar varta.

  5. Kantilal Patel Q S M J P says:

    Very touchy story SARAS

  6. Harigopal Patel says:

    ખુબજ સુન્દ

  7. Jigar Pandiya says:

    Superb!!! Thanks for the info…

  8. Jinal says:

    too good…

  9. Jinal says:

    nice post

  10. chiragpandiya says:

    too good

  11. rajesh shah says:

    a toa ghanu Khotu kevay Jo gharma areta raheta hoy to a bija na baloko ne shala ma su SANSKAR ape a samaj kaya jase

  12. Hemant Mahendra Dave says:

    Saaachi vaaat che, Ashokbhai. Ekalta ni vedna to je vethe tenej khabar hoi ne? Vichaar ej aave che, ke samaj ma potanu balak pan che eva dejhada mate, koi anath ne dattak lidho, pan ene jevo prem aapvo joiye, laagni aapvi joiye, tevi aapvi nahi, ane tene aam eklo chhuto muki devo, te anath na balpan ne pan anyay che. Moto thai ne ene khunnas ave te bilkul kudrati che. Balak no dosh na kadhi shakay. Saras samajva jevi vaarta che. Tamne khub abhinandan. Tina aava saras ane vicharshil vaarta mate taro khub khub aabhar. Thanks.

  13. Hemanshu Dolatray Parikh says:

    સરસ છે કદાચ મને લાગે છે કે આટલા બધા રુક્ષ મા બાપ ન હેાય, અને હેાય તો ઘણી દુખદ અને મનને હચમચાવનારી વાર્તા કહેવાય.

  14. nrchandra says:

    sanyukt pariwar jaruri hai

  15. Janak Thanki says:

    ખરેખર વાર્તા દિલને સ્પર્શ કરીલે તેવી છે પણ મારી નજરે હું જોઉં તો,
    હરેક વ્યક્તિ પોતપોતાની રીતે સાચું હોઈ છે પણ આપને ખાલી એક ની તરફથી ના જોવું જોઈએ અત્યાર શુધી આપને એ બાળક ની તરફથી જોતતા હવે એ અનાથ આશ્રમ ના વ્યવાસ્થ્પક ની નજરે જોઈએ તો એનએ ઈમેજ વિચાર્યું હશે કે
    “જે શિક્ષિકા ને દાકતર હોઈ એના ઘરે તો છોકરાનું ભવિષ્ય સારું બની જશે.”
    ને હવે વાત કરીએ દાક્તરની તો પેલા તમે તમારી નજીક નો કોઈ સારો દાકતર ને લઇ લો. જો સારો દાકતર હશે તો એને એનેની જવાબદારી તો નીભાવવીજ પળે તો કદાચ પોતાના બાળક ઉપર દયાન નાપણ દઈ શકે.
    ને એમેજ શિક્ષિકા ને પણ બાળક વાલુ હોઈ જ ને એને પણ એમેજ હોઈ કે મારું બાળક મોટું થઈને દુખી ના થાય માટે ભલે અત્યારે એને ગમે તેટલું અઘરું લાગે પણ એના ભવિષ્ય માટે સારું છે. કારણ કે એતો શિક્ષક છે એનેટો ખબર છે કે બાળકનું ભવિષ્ય શું કરવાથી સરે થાય? ને વળી એને એના બાળક ની ચિંતા હતી એટલેતો એનએ બાળકનું ધ્યાન રાખવા કોઈક ને ત્યાં રાખીને જતા ને જો એને ખબર હોઈ કે જેને અહી રાખીને જાયે છે એ ભારોશાને પાત્ર નથી તો પોતાના દાગીના ને રૂપિયા ચોરી નથઈ હોત. ને વળી એ લોકો ને એમ હશે કે મારું બાળક ખુશ છે. એ લોકોને જ્યાં શુધી કોઈ કહે નહિ ત્યાં શુધી એ લોકોને પણ કેમ ખબર પળે કે એના બાળક ને શું તકલીફ છે?
    હા જો એમે જ હોઈ કે એને બાળકને દુ:ખી જ કરવું તો બરાબર છે કે એનો દોષ ગણીએ
    હવે આપણે એમ કહેશું કે ભલે એ લોકો ભણાવવા જાય કે પછી દાકતર હોઈ તો દવા ખાને જાય પણ એને એના ઘરમાં પણ ટાઈમ આપવો જોઈએ. પણ જયારે આપ્લું કોઈ વ્યક્તિ બીમાર પડ્યું હશે ત્યારે જોકોઈ દાકતર પાસે જશું ને ત્યારે જો રાત પળી ગય હોઈ ને દાકતર આપલે કહે કે “કાલે આવજો આ ટાઈમ તો મારે ઘરમાં આપવાનો છે” તો? તો આપલે કહેશું કે આને એની જિમ્મેદારી નું ભાન નથી. ને થોળી ઘણી ગાળો પણ દેશું.
    તો આ વાર્તામાં ખાલી સમજણ ફેર થયો છે તો જરા એ બાળક ને લઈને એના માં-બાપ પાસે લઇ જી ને એની તકલીફ દુર કરવાની વાત છે.
    આભાર
    જનક થાનકી

  16. Priya Patel says:

    Bahu j sunder ane a varta apan ne ghanu j kahi jay chhe. Aaj na Maa Baap anathashram ma thi balak ne dattak laine uchhere chhe pan ej Balak moto thayine ena Maa Baap ne Anathashram ma muke chhe karan ke eni vahu ne khabar nathi ke aaj Maa Baap e bhukhya rahine ena chhokraa ne moto kariyo chhe.
    Ghar ni aveli Patni jo samjdaar hoy to Ghar Ek mandir bani jay.

  17. Priya Patel says:

    good varta balak ne prem joi che nahi paisa ,

  18. chandrakant says:

    aa good varta balak ne prem joi che nahi paisa ,

  19. PRAFULCHANDRA V. SHAH says:

    DO READ AND SHARE WITH FRIENDS WHO ARE PARENT , MAKE THEM ALERT OTHERWISE THEY WILL BE KILLED BY THEIR PURCHASED OR GIFTED SON .HE 9S ASKING REVOLVER FROM GOD AND IF GOD PLEASES, YOU WILL BE KILLED BY YOUR SO CALLED SON YOU HAVE ADOPTED. NO TIME –
    -SO THERE WILL BE NO TIME TO LIVE. .. SHAME..SHAME..SHAME,,
    WHY YOU DO, NOT LEARNED WELL? THINK…ARE YOU LEARNED OR LABOUR TO EARN MONEY
    AND MONEY FOR WHAT.?.. ………AND SON FOR WHAT?………. IS ANY REPLY..?

  20. PRAFULCHANDRA V. SHAH says:

    JANAK THANKI, SORRY I HAD NOT GONE THROUGH YOUR COMMENT. YES WE AGREE THERE IS NO COMPLAINT FROM SON, AS WELL THEY- PARENT HAVE THOUGHT GOING IS GOOD, BUT CHILD NEEDS PREM OR TIME OR TALK.
    ONE BALAK WANTED TO KNOW OF HIS FATHERS PAY PER HOUR TO COLLECT MONEY FOR TALKING WITH FATHER FOR AN HOUR, WHEN FATHER REALISED AFTER TALKING WITH THAT SON HE ACCEPTED AND REALISED AND MANGED TO BOND.
    COMMUNICATION GAP AND ALSO SHARING OF RESPONSIBILITY IN FAMILY IS MOST NEEDED. IN USA EVERYBODY IS INDIVIDUAL AND THERE IS NO FAMILY RELATIONS , EVERY ONE HAS HIS OR HER ROOM, TV PHONE CELL PHONE AND PRIVACY WELL AND GOOD EVAN FROM CHILD HOOD WHILE UPTO MATURITY PARENT HAS TO CARE OR CONTROL IS A QUESTION. I BELIEVE A CHILD IS SENT TO US OR CAME TO US AND WE HAVE TO GUIDE , BUT NOT TO FORCE OUR BELIEFS AND TRADATION, JUST TO GUIDE AND REQUEST TO STUDY AND ADOPT WHAT IS PROPER AND GOOD FOR HIM AFTER MATURITY,.— NOW AGE OF MATURITY IS CHANGEING ACCORDING TO SITUATION OF COUNTRY AND LOCALITY, I AM 88 A COMMAN MAN IT IS UP TO—,OR WHOS LIABILITY?

  21. mansukh bavliya says:

    ખુબ જ હ્રદયસ્પર્સી રજુઆત અને વિષયવસ્તુ વાળી વાર્તા છે… વાંચવાનું ગમ્યું..

  22. RANA DHARMENDRASINH G says:

    i like this story. welldone. But who care for child ?*

  23. Manish Jagdishchandra Kataria says:

    સ્ત્રિઓ અ ઘરનિ બહાર પગ મુક્યો તેથિ આ દશા થઇ છે.

  24. Tulsi Vishal Thakar says:

    This Story cannot be true because when any couple takes a decision of being parents than it is a huge decision with lots of thinking & I do not agree to all this … We also work here but we give enough attention to our child and meet all the demands so that they can live peacefully as well as we can afford all their demands. Our Weekdays are very busy but We try to give our weekends to our child spending lot of time with her.

  25. Mukund Desai 'MADAD' says:

    ખુબજ સુન્દર

  26. jaydeep sorathiya says:

    sav shachi vat chhe. atyare maa-bap pase etloy time nathi ke te tena balko ni mate thidok time aape,
    su balko ne roje ena maa-bap ne roje nokria jata ane aavtaj jovana hoy!

  27. Chetan R Shah says:

    ‘સહેજ ભીની સ્હેજ કોરી હોય છે, લાગણી અણસમજુ છોરી હોય છે….હોય છે રંગીન પતંગો સહુ કને, બહુ જ થોડાક કને દોરી હોય છે !’ત્રીજી ગોળી એ મારાં મારા માટે

  28. R 143 K says:

    Bahuj Saras

  29. vishnudaskotak says:

    very very fine

  30. chuahan prashant says:

    nice

  31. pinal says:

    very good this is very imprtant for sociel life

  32. Brijesh Patel says:

    Khub j Saras Uncle……… Aaj reason ne lidhe aaj na Nav-Yuvano potana ma-baap ne dur rakhe chhe….. Jemne nanpan thi j Ma-Baap no prem na male ae kyare pan Ma-Baap ne prem na kare……. Darek Vakhate Putra-Putri no kai Vank nathi hoto….. Aaj na Jamana ma 100% Vank Ma-Baap no j hoy chhe je…. Je Loko badak ne prem karva ne badle potana aim ne vadhare prem kare ae loko na badak kyare pan aemne prem na kare.

  33. Dinesh Baria says:

    saras

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>