૧] રામનું નામ ….
આજે થોડી નાની વાતો વાર્તા સ્વરૂપે અહીં મુકવાની કોશિશ કરેલ છે., જે નાની હોવા છતાં અસરકારક- પ્રેરક પણ એટલીજ છે., જો આપને પસંદ આવી હોઈ તો જરૂરથી આપનો અભિપ્રાય અહીં મૂકી આભારી કરશો ….

એક વાર કોઈ એક પ્રસિદ્ધ સંતને કોઈ એ પૂછ્યું, ‘મહારાજ ! તમારા દર્શને આવતાં દરેકે દરેક ભક્તોને તમે ‘રામનું-ભાગવાનનું નામ’ લેવાનું કહો છો, તેથી શું બધાં જ રામનું / ભગવાનનું નામ લેવાથી સ્વર્ગે પહોંચવાના કે?’
‘ભાઈ !’ સંતે કહ્યું, ‘ટપાલની લાલ પેટીમાં નાખવામાં આવતાં બધા જ કાગળો શું એક જ જગ્યાએ જાય છે ?’
‘ના મહારાજ ! એ તો જ્યાંનું સરનામું તેમાં કરેલું હોઈ ત્યાં જ જવાના ….’
‘તો ભાઈ, આપણું પણ એમ જ છે. આપણે બધાં જ રામનું નામ લેવાથી કાંઈ સ્વર્ગે જવાના નથી. પરંતુ આપણા કર્મો અને કૃત્યો જે આપણા સરનામા જેવાં છે તે જેવાં હશે તેવા સ્થાને જ આપણે જવાના …’
વાર્તા પરથી એટલું તો જરૂર સૌએ નક્કી કરવું જોઈએ કે જીવનમાં જેવું કર્મ કરીશું તેવું આપણે પામીશું., તો શા માટે સારા કર્મ કરવા નહિ…?
૨] વાળંદનો વલોપાત…

