(૧) શક્તિની ઉપાસના …(પાંચમું નોરતું)
सम्पादयत्यविरंत त्वविरामवृता या वै स्थिता कृतफलं त्वकृतस्य नेत्री |
सा में भवत्वनुदिनं वरदा भवानी जानाम्यहं ध्रुवमिदं धृतकर्मपाशा ||
જે અવિરત ક્રિયાશીલ દેવી સદા કૃતકર્મનાં ફળને નિયમિત રૂપે સંયોજીત કરતી રહે છે, (જેમનાં કર્મનો ખાય થઇ ગયો છે તેમને ક્ષય થઇ ગયો છે તેમને) જે મોક્ષપદે પહોંચાડે છે, એ ભવાની મારા પ્રત્યે- તેના બાળક પ્રત્યે, સદા વર આપનારી થાઓ, હું નિયમપૂર્વક જાણું છું કે ક્રમ રૂપી દોરડાને તમે ધારણ કરો છો.
(‘શ્રી અંબાસ્તોત્રમ’, શ્લોક.૧-૨)
શાકતો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચ્માં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની ‘માતા’ તરીકે, સ્નેહમૂર્તિ તરીકે ઉપાસના કરવામાં આવે છે ત્યારે હિંદુઓ તેને ‘દક્ષિણમાર્ગ’ કહે છે; તે આધ્યાત્મિકતા તરફ લઇ જાય છે, ભૌતિક સમૃદ્ધિ તરફ કદી જ નહિ. જયારે ઈશ્વરના ભયંકર સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે ત્યારે તે ‘વામમાર્ગ’ કહેવાય છે; તેનાથી સામન્યત: ભૌતિક સમૃદ્ધિ ખૂબ પ્રાપ્ત થાય છે, પણ આધ્યાત્મિકતા ભાગ્યે જ મળે છે; અને અંતે તે અનાચારને માર્ગે દોરી જાય છે, તથા જે જાતી તેનું આચરણ કરે છે તેને આખરે વિનાશને માર્ગે લઇ જાય છે.
માતા એ શક્તિનું પ્રથમ પ્રાગટ્ય છે, અને પિતા કરતાં વધુ ઉચ્ચ ભાવના મનાય છે. બાળક પોતાની માતાની બાબતમાં માને છે તેમ ‘માતા’ ના નામની સાથે જ સુષુપ્ત રીતે રહેલી શક્તિનો, દિવ્ય શક્તિનો અને સર્વશક્તિમત્વનો ખ્યાલ પેદા થાય છે. દિવ્યમાતા આપણામાં સુષુપ્ત રહેલી કુંડલિની (ગૂંચળું વળીને રહેલી શક્તિ) છે; તેની ઉપાસના કર્યાં સિવાય આપણે આપણા સ્વરૂપને ઓળખી શકીએ નહિ. સર્વશક્તિમતી, કરૂણામયી, સર્વવ્યાપી, વગેરે બધા દિવ્ય માના ગુણો છે. વિશ્વમાં રહેલી સમગ્ર શક્તિનો તે કુલ સરવાળો છે. વિશ્વમાં શક્તિની દરેક અભિવ્યક્તિ ‘મા’ છે. તે જીવન છે, તે બુદ્ધિ છે, તે પ્રેમ છે; તે વિશ્વમાં છે, છતાં તેનાથી અલગ છે. તે એક વ્યક્તિ છે, અને જેમ શ્રીરામકૃષ્ણે તેને જોઈ હતાં અને જાણી હતી તેમ, તેને જોઈ શકાય અને જાણી શકાય છે. માની ભાવના મનમાં દ્રઢ થયા પછી આપણે બધું જ કરી શકીએ; પ્રાર્થનાનો તે તરત ઉત્તર આપે છે.
તે આપણને ગમે તે રૂપમાં, ગમે તે પળે ‘પોતાનાં દર્શન’ આપી શકે છે. દિવ્ય માને રૂપ અને નામ હોય, સમગ્ર રૂપ વિના પણ નામ હોય; અને જેમ જેમ આપણે તેની આ વિવિધ સ્વરૂપે ઉપાસના કરીએ તેમ તેમ આપણે નામ-રૂપ રહિત શુદ્ધ સત્ વસ્તુ તરફ ઊંચે ચડી શકીએ.
શરીરરચના માંહેના સર્વ કોશોનો સરવાળો એ એક વ્યક્તિ. તે પ્રમાણે પ્રત્યેક જીવાત્મા એક કોશ જેવો છે, અને તેનો સરવાળો તે ઈશ્વર છે અને એનાથી પર છે નિર્વિશેષ. સાગરની તરંગરહિત અવસ્થા એ નિર્વિશેષ બ્રહ્મ; તે જ સાગર તરંગમય બને ત્યારે કહેવાય દિવ્યમાતા. માતા જ દેશ, કાળ અને નિમિત્ત છે. ઈશ્વર માતા છે, અને તેની બે અવસ્થા છે; સગુણ અને નિર્ગુણ. સગુન્રૂપે તે ઈશ્વર, જીબ્ન અને જગત છે; નિર્ગુણરૂપે તે અજ્ઞાત અને અજ્ઞેય છે. નિર્ગુણમાંથી અસ્તિત્વના ત્રિકોણ સમા ઈશ્વર, જીવ અને જગતરૂપી ત્રિમૂર્તિ નીકળી. આ છે વિશિષ્ટાદ્વૈતવાદ.
જગન્માતાનું એક બિંદુ હતું કૃષ્ણ; બીજું એક બિંદુ બુદ્ધ હતું, અન્ય એક ઈશુ હતું. આપણી ભૌતિક માતામાં રહેલી જગન્માતાના માત્ર એક પ્રકાશઅંશની ભક્તિ પણ ગૌરવ પ્રાપ્ત કરાવે છે. જો તમારે પ્રેમ અને જ્ઞાન મેળવવું હોય તો જગદંબાની ભક્તિ કરો.
- સ્વામી વિવેકાનંદ
(સ્વા.વિ.ગ્ર.મા.,ભા.-૯ ,પૃ.૨૨-૨૩/૧૦/૦૨ -૫)
(૨) મા ના ગરબા .. (નોરતું પાંચમું )
(૧) ધરા માટલીયા વાળી … રમો મા ખોડલ માળી રે..
.

આદરણીયશ્રી. અશોકભાઈ
મા ની ઉપાસના આરાધના કરવાનો
આ પાવન અવસર છે, દરેક મનુષ્ય એ આ
તક ઝડપી લેવી જોઈએ.
આપે તક્ને ધ્યાનમાં લઈ સરસ પાવન પતિત કાર્ય કરેલ છે.