(૧) જગદંબાની ઉપાસના … અને (૨) મા ના ગરબા (ચોથું નોરતું)

(૧) જગદંબાની ઉપાસના …



का त्वं शुभे शिवकरे सुखदु:खहस्ते आधूर्णित भवजलं प्रब्लोर्मिभङै: |

शान्ति विधातुमिह किं बहुधा विभग्राम मात: प्रयत्नपरमासि सदैव विश्वे ||

હે કલ્યાણમયી મા ! સુખ અને દુઃખ તમારા બે હાથ છે; તમે કોણ છો? સંસાર રૂપી જળને, પ્રબળ તરંગો દ્વારા ચક્કર ફેરવો છો. શું તમે વિવિધ રીતે તૂટી પડેલી શાંતિને વિશ્વમાં પાછી પ્રતિષ્ઠિત કરવાં માટે સદૈવ અહીં પ્રયત્નશીલ રહ્યાં છો ?
(‘શ્રી અંબાસ્તોત્રમ’, શ્લોક.૧-૨)
એક પ્રાચીન વેદમાં મંત્ર મળી આવે છે કે ‘જે કંઈ જીવંત છે તે સર્વની હું સામ્રાજ્ઞી છું, પ્રત્યેક વસ્તુમાં રહેલી શક્તિ  હું છું.’ માતૃત્વની ઉપાસના પોતે જ એક વશિષ્ટ ફિલસૂફી છે. આપના વિચારોમાં શક્તિનો વિચાર સૌથી પ્રથમ છે. પગલે પગલે તે માનવી સાથે હાજર થાય છે; અંતરમાં અનુભવાતી શક્તિ એ આત્મા છે, બહારની શક્તિ એ પ્રકૃતિ છે. આ બંને શક્તિઓ વચ્ચેનો સંગ્રામ એટલે માનવી જીવન. આપણે જે કંઈ જાણીએ છીએ અથવા અનુભવીએ  છીએ, તે બધું કેવળ આ બે શક્તિઓનું પરિણામી બળ છે. માનવીએ જોયું કે સૂર્ય શુભ અને અશુભ પર સરખો જ પ્રકાશે છે. અહીં ઈશ્વર વિશે એક નવો વિચાર, સર્વની પાછળ રહેલ વિશ્વવ્યાપી શક્તિ તરીકેનો, માતૃત્વનો વિચાર સ્ફૂર્યો.
સાંખ્ય મત પમાણે પ્રવૃત્તિ પ્રકૃતિમાં છે, પુરુષ અથવા આત્મામાં નહિ. ભારતમાં નારીવિષયક સર્વ પ્રકારોમાં માતૃત્વનો પ્રકાર અતિ મહત્વનો લેખાયો છે. ભારતમાં નારીવિષયક સર્વ પ્રકારોમાં માતૃત્વનો પ્રકાર અતિ મહત્વનો લેખાયો છે. હરકોઈ સ્થિતિમાં પોતાના બાળકની સહાયક તરીકે માતા હાજર રહે છે. સ્ત્રી અને પુત્ર વગેરે માનવીનો ત્યાગ કરે, પણ તેની માતા કદી ત્યાગ નહિ કરે ! ઉપરાંત માતા વિશ્વની નિષ્પક્ષ શક્તિ છે, કારણ કે તેનામાં રહેલો નિર્મળ પ્રેમ કંઈ માગતો નથી, કશાની ઈચ્છા રાખતો નથી, પોતાના બાળકની અંદર રહેલ દુષ્ટતાની પણ પરવા રાખતો નથી; માતૃપ્રેમ તો બાળકને ઊલટું વધુ ચાહે છે. આજે હિન્દુઓમાં જગદંબાની ઉપાસના એ સર્વ ઉચ્ચ્માં ઉચ્ચ વર્ણોની ઉપાસના છે. ….
આ જગત આખું સમાન રેતે જગદંબાની લીલાં છે, પરંતુ આપણે એ વિસરી જઈએ છીએ. જ્યારે કશોય સ્વાર્થ નથી હોતો, જ્યારે આપણે આપના પોતાના જીવનના જ સાક્ષી બનીએ છીએ, તારે દુઃખનો પણ આનંદ માણી શકાય છે. આ દર્શનનો વિચારક, તમામ ઘટનાઓ પાછળ ‘એક શક્તિ’ રહેલી છે, એ વિચારથી ચકિત થયેલો છે. ઈશ્વર વિશેના આપના ખ્યાલમાં માનવસુલભ મર્યાદા છે, વ્યક્તિત્વ છે; જગદંબાના વિચારની સાથે એક વિશ્વવ્યાપી શક્તિનો વિચાર આવે છે. શક્તિ કહે છે: ‘જ્યારે રુદ્ર સંહાર કરવા ઈચ્છે છે ત્યારે તેનું ધનુષ્ય હું ખેંચું છું.’ ઉપનિષદોમાં આ વિચારનો વિકાસ થયો નહી, કારણ કે વેદાંત ઈશ્વરના વિચારની પરવા કરતું નથી. પરંતુ ગીતામાં અર્જુનને સંભળાવેલું એક સૂચક વાક્ય આવે છે ‘હું સત્ છું. હું અસત્ છું, હું શુભનો કર્તા છું, હું અશુબનો કર્તા છું.’ …. સંત પાપીઓને ધિક્કારે અને પાપી માણસ સંતનો વિરોધ કરે છે; છતાંય આ પણ આગળ અને આગળ દોરી જાય છે, કારણ કે આક્ર દુષ્ટ સ્વાર્થપરાયણ માનસ વારંવારના પ્રહારોથી ચગદાઈને મરી જાય છે; ત્યાર પછી જ આપણે જાગ્રત થઈશું અને જગદંબાને ઓળખીશું.
જગદંબાના ચરણે કરેલ શાશ્વત સંદેહરહિત આત્મસમર્પણ જ આપણને શાંતિ આપી શકે. ભય વિના કે કૃપાની આશા વિના, જગદંબાની તેની પોતાની ખાતર ભક્તિ કરો.  તમે જગદંબાના બાળક છો માટે તેને ચાહો. શુભ અને અશુભ સર્વમાં એક સરખી રીતે તેને જુઓ. જ્યારે આપણને જગદંબાનો આ રીતે સાક્ષાત્કાર થશે ત્યારે જ સમત્વ, અને જગદંબા પોતે જ તે છે એ શાશ્વત આનંદ આપણે અનુભવીશું. ત્યાં સુધી તો આપણી પાછળ દુઃખો રહેવાનાં જ. કેવળ જગદંબાનું શરણું લેવાથી  જ આપણે સહીસલામત થઈશું. ….
(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ ભા.-૯,પૃ.૩૭૭-૩૭૮. રા.જ.૧૦/૦૫-૦૫)

 

(૨) મા ના ગરબા … (ચોથું નોરતું)

(૧)  રૂડે ગરબે રમે …

.
(૨)  મારી મા ખોડલ મા ..

.
(૩)  આટલો સંદેશો મારા કાનૂડા ને દેજો ..

.
(૪)  માડી રમવા ને આવ્યા રાત, ચાચર ચોકમાં રે ..

.
This entry was posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, ફરીદા મીર, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, રાસ-ગરબા, લેખ, વીણેલા મોતી. Bookmark the permalink.

આપના ફેશબુક પરના પ્રતિભાવ અહીં જરૂર મૂક્શોજી ...

2 Responses to (૧) જગદંબાની ઉપાસના … અને (૨) મા ના ગરબા (ચોથું નોરતું)

  1. Dr. Kishorabhai M. Patel says:

    ખુબ જ સરસ

    ” માનવીએ જોયું કે સૂર્ય શુભ અને અશુભ પર સરખો જ પ્રકાશે છે. અહીં ઈશ્વર વિશે એક નવો વિચાર, સર્વની પાછળ રહેલ વિશ્વવ્યાપી શક્તિ તરીકેનો, માતૃત્વનો વિચાર સ્ફૂર્યો.”

  2. આદરણીય ડૉ. કિશોરભાઈ,

    બ્લોગ પોસ્ટ પર આવી મૂકેલ આપના અમૂલ્ય પ્રતિભાવ બદલ આભાર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>