આવકારો મીઠો આપજે રે – દુલા ભાયા ‘કાગ’ ….

આવકારો મીઠોઆપજે રે  – દુલા ભાયા ‘કાગ’ …
સ્વર : સંગીત – પ્રફુલ દવે

 

હે જી તારા આંગણિયા હે પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠોઆપજે રે જી‘ ..(૨)
હે જી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડા .. કાપજે  રે  જી…
એ જી  આવકારો મીઠી આપજે રે …
માનવીની પાસે કોઈ…માનવી નૈ આવે..રે…(૨)
એ જી તારા દિવસ હે દેખીને દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો.. આપજે રે..જી..
હે જી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડા .. કાપજે  રે  જી…
એ જી  આવકારો મીઠી આપજે રે …
કેમ તમે આવ્યા છો? ..એવું  નવ ..પૂછજે… રે…(૨)
એ જી એને ધીરે એ ધીરે તું બોલવા ને  દેજે રે
આવકારો મીઠો આપજે રે‘…જી…
હે જી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડા .. કાપજે  રે  જી…
એ જી  આવકારો મીઠી આપજે રે …

વાતું એની સાંભળીને..આડું નવ જોજે…રે…(૨)
એ જી એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો.. આપજે રે..જી..

હે જી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડા .. કાપજે  રે  જી…
એ જી  આવકારો મીઠી આપજે રે …

કાગએને પાણી પાજે..ભેળા બેસી ખાજે..રે…(૨)
એ જી એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠો.. આપજે રે…જી…
ભાઈ તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડા .. કાપજે  રે  જી…
એ જી  આવકારો મીઠી આપજે રે …

 

દુલા ભાયા ‘કાગ’

 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Pingback: GUJARAT PLUS()

 • Hello Ashokbhai,

  Very good bhajan….

  Can you e-mail me a step by step method on how to post any kind of Bhajan/Geet like you have posted in Audio formet.

  Please answer.

 • Hello Ashokbhai,

  Very good bhajan….

  Can you e-mail me a step by step method on how to post any kind of Bhajan/Geet like you have posted in Audio formet.

  Please answer.

  Thanks.

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

 • Dr.Kishorbhai Mohanbhai Patel

  આદરણીયશ્રી. અશોકભાઈ

  સ્વર – સંગીત : પ્રફુલ્લભાઈ દવે સાહેબનુ

  આપની ” આવકાર ” પરની રચના સુંદર છે,

  દરેક સાથે ભળી જવાની આપની ભાવના જ આપને

  આ સમાજના શિખરો સર કરવામાં મદદરૂપ થશે.

  સાહેબ આપ તો મારા કરતાં વડીલ છો, બીજુ તો શુ લખુ સાહેબ

  કિશોરભાઈ

 • Nikhil N. Trivedi

  How to listen?