મનોવૃત્તિ …

મનોવૃત્તિ …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 
manovruti

 

 

મનોવૃત્તિ એટલે મનના વિચારો. મન તો ચંચળ છે અને તેમાં અવિરત વિચારો ચાલતા હોય છે પણ તે બીજાને કળાતા નથી. જો આપણે એક બીજાના વિચારો વાંચી શકતા હોત કે જાણી શકતા હોત તો કદાચ આ દુનિયા જુદા જ રંગમાં રંગાઈ હોત. એક રીતે આ સારૂં છે નહી તો આપસ આપસના સંબંધોની જે વલે થાત તે વિચારી પણ ન શકાય.

 

મનમાં ચાલતા બે પ્રકારના વિચારો હોય છે – સારા અને નરસા. સારા વિચારો આપણી જીંદગી આનંદસભર કરે છે જયારે ખરાબ વિચારો જીવનરાહને દુર્ગમ બનાવે છે. દરેકના મનમાં આ બન્ને પ્રકારના વિચારો ઉદભવે છે પણ ખરાબ વિચારોને હટાવી દેવા તેની ક્ષમતા કેટલી છે તે તેના ઉપર આધારિત છે.

 

સારા વિચારો આપણા ઉછેર પર નિર્ભર છે. વળી સારૂં વાંચન, સત્સંગ અને માનસિક બળ પણ ખોટા વિચારો દૂર કરવામાં મદદ કરે છે.

 

અગાઉના સમયમાં જયારે વડીલોની આમન્યા રહેતી ત્યારે કુટુંબનો દરેક સભ્ય તેમના વિચારો અને મંતવ્યોને પ્રાધાન્ય આપતો. તે જમાનામાં વડીલો ખોટું ન કરે એવી ભાવના હતી અને મહદ અંશે તે સાચું પણ હતું. એટલે તેમના વિચારોને અનુસરવામાં કોઈને વાંધો નહોતો જણાતો કેમકે તેમને ખાત્રી હતી કે વડીલ બધાનું સારૂં જ ઈચ્છે છે અને સત્યનો રાહ નહી છોડે.

 

પરંતુ હવે આનાથી વિપરિત છે. એક તો વડીલોની કોઈ ગણના કરતું નથી અને વળી હવે વડીલો પણ નવા રંગે રંગાઈ ગયા હોય સારા–નરસાના ભેદભાવને ન ગણકારતાં સમયોચિત વાતો અને વિચારો કરે છે જે સારા પણ હોય અને ખરાબ પણ હોય!

 

ખરાબ વિચારો માટે જવાબદાર છે માનસિક કચાશ, સંબંધો, મિત્રો, મતભેદો વગેરે. આને કારણે વાતાવરણ બગડે છે અને સાથે સાથે સંબંધો. ધર્મઝનૂન પણ આમાનું એક મોટું કારણ છે જેને કારણે દંગાફસાદ, ખૂનામરકી જેવા બનાવો બને છે અને બનતા રહેશે.

 

ખરાબ વિચારોને પરિણામે   ‘હું મરૂં પણ તને રાંડ કરૂં’   જેવો માહોલ બની રહે છે. આ બધાને કારણે સામાને તો નુકસાન પહોંચે છે પણ તેને પોતાને પણ નુકસાન થાય છે એ તે વિચારશે નહી.

 

છેલ્લા કેટલાક સમયથી લોકોમાં જાગૃતિ આવી છે અને ધર્મધ્યાન, સત્સંગ તરફ વધુને વધુ ખેંચાતા જાય છે. આ સારી વાત છે જો તેનો યોગ્ય ઉપયોગ રીતે અપનાવાય. જેટલો વધુ પ્રચાર એટલો સમાજને ફાયદો. તે જ રીતે જ્ઞાનપિપાસા પણ વધતી ગઈ છે અને તેને કારણે લોકોના વિચારોમાં પરિવર્તન પણ આવી રહયું છે જેથી લોકોના વાણી અને વર્તનમાં ફેરફાર જરૂર થવાના. આશા રાખીએ કે તે હકારાત્મક હોય.

– નિરંજન મહેતા (મુંબઈ)

 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’  પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  નિરંજનભાઈ મહેતા (મુંબઈ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

  લેખકશ્રી ના સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta

A/602, Ashoknagar(Old), Vaziranaka, L.T. Road, Borivali(West), Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....