“કરકસર કરો, કંજૂસાઈ નહીં” …

“કરકસર કરો, કંજૂસાઈ નહીં” …

 

 

 

saving.1 

મિત્રો, આજે ફરી આપણી સાથે,  હાલ યુએસએ નિવાસી વડીલ શ્રી જિતેન્દ્ર પાઢ (ઉ.વ.૭૨) તેમના જીવનના અનુભવના ભાથા સાથે તેમની કલમનો સાથ લઇ અને એક નવા વિષયને લઈને આવ્યા છે.

 

 શ્રી જિતેન્દ્રભાઈ પાઢની  કલમને … ‘અંતરવાણી’  એક અલગ કેટેગરી હેઠળ, નિયમિત રીતે સમયાંતરે પ્રસિદ્ધ કરવાની અમારી કોશિશ રહેશે.  ‘દાદીમા ની પોટલી’ પર તેમની કૃતિ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો   તેમના અંતરપૂર્વકથી આભારી છીએ.  ચાલો ત્યારે, આજ ફરી એકવાર તેમના દ્વારા મોકલવામાં આવેલ   કૃતિને  અહીં માણવાની કોશિશ કરીએ….

 

બ્લોગ પરના આપના આગમાન નું હાર્દિક સ્વાગત કરીએ છીએ.  બ્લોગ પોસ્ટ પર મૂકેલ  આપના દરેક પ્રતિભાવ, લેખકશ્રી / લેખિકાશ્રી ની કલમને સદા પ્રેરણાદાયી બની રહે છે તેમજ તેમની કલમના જુસ્સાને એક નવું પ્રેરકબળ પૂરે છે.   આભાર.

 

“કરકસર કરો, કંજૂસાઈ નહીં” …

 

 

saving

 

કંજૂસાઈ કરવી, બચત કરવી માનવીનો સ્વભાવ છે, કે પછી તેનું પરિસ્થિતિમાંથી પસાર થયેલું ઘડતર હોય, કે પછી જાત, સ્વભાવગત સંસ્કાર હોય – કાં તો હાલતમાંથી થયેલા અનુભવની અસર હોય. દરેક વખતે કંજૂસાઈ સારી નથી.  કંજૂસાઈ અને કરકસર બંનેમાં મોટો તફાવત છે, ભેદ છે.  કંજૂસાઈ જાણી જોઈને કરવામાં આવતી ક્રિયા છે, કરકસર સજ્મજ સાથેની ભાવિ ઉપયોગીતા માટેનો સંગ્રહ/ બચત  છે.  કરકસરના ઘણા લાભ છે, જ્યારે કંજૂસાઈના ઘણા ગેરલાભ છે.  કરકસર તમારી વ્યાવહારી સૂઝને આભારી છે.  કંજૂસાઈ બચતના બહાને જબરદસ્તીથી, હઠ સાથે કરેલો વ્યવહાર છે કે પછી વંશ પરંપરાગત આદત કે દૂષણ છે.  કેટલીક જાતિ – કૂદરતી પરિસ્થિતિ વચ્ચે જીવન જીવવા જ કંઈક કરે છે, તેમાંથી કંજૂસાઈ ક્યારેક આપ મેળે સ્વભાવમાં ઉતરી આવે છે, પછી તે વારસામાં મળે છે.

 

આજના યુગમાં પરિવર્તનના માર્ગ ઘણા વધી ગયા છે, ત્યારે સ્વભાવ, વ્યવહાર જીવનમાં ઉપયોગી થાય તે જોવાની જવાબદારી માણસે માણસે વધી ગઈ છે.  સારી વસ્તુનો સ્વીકાર કરી આત્મસાત કરી જીવનઘડતર માટે બુદ્ધિ સત્તેજ બની છે, ત્યારે કંજૂસાઈ અને કરકસર વચ્ચેના નાજૂક ભેદની જાણકારી દરેકે મેળવી લેવી જોઈએ.  સંસાર ચલાવવા બચત જરૂરી છે.  બચત તે કરકસરનું બીજું નામ કહી શકાય.  કંજૂસાઈ તે હઠ સાથે કરેલો મનને મારી નાખીને અત્યાચારી વલણનો સ્વભાવ સ્વભાવ ગણું છે.  જ્યાં ખર્ચ કરવાની જરૂર હોય ત્યાં ખર્ચ ન કરવો, પૈસો બચાવવો કે પછી ‘ચલાવી લેવાનો કઠોર દુરાગ્રહ કરવો તે કંજૂસાઈ છે.  પૈસાને વધુ પડતો પ્રેમ બતાવી માત્ર તેની માવજત કરતાં રહેવું – તેનો ઉપયોગ કે સદ્દઉપયોગ ન કરવો, ‘મૂડી’ વધી હોવાનો જૂઠો આત્મસાત/ આત્મસંતોષ માત્ર પ્રાપ્ત કરવો એવી કંજૂસાઈ આત્મઘાતક બની શકે છે.

 

કરકસર એટલે પૈસાનો ખોટો વપરાશ અટકાવી ભવિષ્યમાં આવનારી આપત્તિ વેળાયે ઉપયોગમાં આવે તેવી બચત, ગોઠવણ પદ્ધતિ છે.  કંજૂસાઈની રીતે કરેલી બચત લાભદાયી નથી.  કંજૂસાઈ સ્વાર્થી સ્વભાવ ઘડે છે.  બચત-કરકસર ઘણીવાર  શુભપ્રસંગે કે માઠા પ્રસંગે ઓચિંતી રાહત આપનારી બની શકે છે.  માણસે કરકસર કરવી જરૂરી છે, કંજૂસાઈ કરવી જરૂરી નથી.  જીવનને સમતોલ બનાવવાનું કામ કરકસર કરે છે.  કંજૂસાઈ તમારા સ્વભાવને છતો કરી નાંખે છે.  કરકસર વ્યવહારુ સૂઝની જનેતા છે.  કંજૂસાઈ જડતા ભરેલા સ્વભાવનું પ્રતિબિંબ છે.  જીવનમાં ઘણીવાર વાર પૈસે કોઈને સ્મિત આપો, ખુશીથી આવકાર આપો કે પછી બે મીઠાં શબ્દોના બોલ આપો – હાસ્યને તો વહેતું કરાય, સ્મિતના મલકાટને ખીલતું રાખવામાં ક્યાંય પૈસાની જરૂરત નથી.  કંજૂસાઈથી ઘડાયેલો સ્વભાવ કદી સાચું સ્મિત કે હાસ્ય આપી ન શકે.  કંજૂસને હસવું શાં માટે ?  તેના કારણો પણ  જોઈએ.

 

હૃદયની સરળતા અને સહજતા જીવનમાં, સંસારમાં, દામ્પત્ય વ્યવહારમાં/ બાળકોની માવજતમાં જરૂરી છે.  અને તેના વિના અનર્થ સર્જાય એ સ્વભાવિક છે.  તેથી કંજૂસાઈ ને છોડી ઉદારતા અપનાવવાની ટેવ જરૂરી છે.  કરકસર કરનારો જીવ પણ આર્થિક સદ્ધરતા ના વિચાર બાદ ઉદારતા દાખવે છે.  પરંતુ કંજૂસ બધામાં નફાતોટાનો હિસાબ કરે છે, દુખી થાય છે અને બીજાને દુખી કરે છે.  હૃદયની વિશાળતાને ઓળખવી જરૂરી છે.

 

ઘૂઘવતો સાગર, ગરજતા વાદળ, વહેતી હવા ક્યાં કંજૂસ છે ?  આપણે પ્રકૃત્તિ પાસેથી, પ્રાણીઓ પાસેથી કંઈક શીખીએ.  બીજા પ્રત્યે સદભાવનાની સમજ ઊભી કરો – જટિલ સમયમાં સદ્દગુણોની બચત કામ લાગશે. હઠીલા સ્વભાવથી બચેલી લક્ષ્મી કે લાભ ગેરલાભ વચ્ચે ગડથોલીયા ખાતી સમજ તમને સુખ, શાંતિ નહીં આપી શકે.  તમારી સારી છાપ તમારે જ ઊભી કરવાની છે.  કરકસર સદ્દગુણોને વિકસાવે છે અને તેનાથી માણસ ગુણ સંપન્ન બને છે.  કંજૂસાઈ તમારી પ્રતિભાની સાચી છબી ઉપસવા દેતી નથી.  તમે ‘સ્વકેન્દ્રી’ ‘આપખુદી’ અને સ્વાર્થી વૃત્તિના બની જાઓ છો.  બીજાના દિલમાં સ્થાન પામી શકતા નથી.  “કરકસર કરો, કંજૂસાઈ નહીં.”

 

– જિતેન્દ્ર પાઢ

૨૨, ફેબ્રુઆરી ૨૦૧૩

સિયેટલ – યુએસએ
 

 

 લેખક શ્રી નો સંપર્ક :

  

JITENDRA PADH PHOTOશ્રી જિતેન્દ્ર પાઢ

હાલનું રહેઠાણ :
પોર્ટલેન્ડ – રાજ્ય (ઓરેગન) – (યુએસએ)

ભારતમાં રહેઠાણ :
સી-૨ /૧૩-૧; ૨, સેક્ટર – ૧૬,
વાશી, નવીમુંબઈ ૪૦૦૭૦૩
email :  jitendrapadh @gmail.com
[email protected]m
 

 

લેખકશ્રી નો પરિચય … (તેમના જ શબ્દોમાં) …

 

‘દાદીમા ની પોટલી’  બ્લોગ-વેબસાઈટ ઉપર મારા લેખો, વિચારો આપ સર્વે રસિક વાંચકો સાથે લ્હાણી કરવા વિચારું છું. 

નવીમુંબઈ ૧૯૭૮માં ચેમ્બુરથી કાયમી વસવાટ માટે સ્થળાંતર કર્યું – સંસ્થાકીય સમાચાર મોકલતા કોલમનિસ્ટ, ફ્રિલાન્સ્રર અને ખુદના અખબારનો માલિક, તંત્રી, રિપોર્ટર બન્યો.  સિડકો (સિટી ડેવલોપર્સ કોર્પોરેશન – સેમી સરકારી કંપની) મ્યુ. કોર્પોરેશન, પોલીસ સ્ટેશન તેમજ વિવિધ ૧૬ સમાજો (ગુજરાતી) – માર્કેટ સંગઠનો, સમગ્ર નવી મુંબઈમાં આજસુધી  એક માત્ર ગુજરાતી રિપોર્ટર અને ૯મા વર્ષમાં ગુજરાતી સાપ્તાહિક ‘નૂતનનગરી’ ચલાવું છું.  નવીમુંબઈ ગુજરાતી સમાજ માહિતીખાતા નો ચેરમેન તેમજ સમસ્ત બ્રાહ્મણ સમાજનો ટ્રસ્ટી છુ. 

 મારો શો પરિચય હોય – કલમ, કાગળ, અને વાચકની દોસ્તી.

 

–     જિતેન્દ્ર પાઢ ના જય મા ગુર્જરી…

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના દરેક પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • purvi

    કરકસર અને કંજુસાઈ વચ્ચેનો ભેદ બહુ સમજવા લાયક રહ્યો. આપનું આ વાક્ય “જીવનમાં ઘણીવાર વાર પૈસે કોઈને સ્મિત આપો, ખુશીથી આવકાર આપો કે પછી બે મીઠાં શબ્દોના બોલ આપો – હાસ્યને તો વહેતું કરાય, સ્મિતના મલકાટને ખીલતું રાખવામાં ક્યાંય પૈસાની જરૂરત નથી. કંજૂસાઈથી ઘડાયેલો સ્વભાવ કદી સાચું સ્મિત કે હાસ્ય આપી ન શકે. “બહુ જ સુંદર રહ્યું આ એક જ વાક્ય ઘણી બધી વસ્તુઓ એક સાથે શીખવી જાય છે.

  • Ramesh Patel

    ખૂબ સરસ લેખ. આપના વિચારો એટલે જીવન દર્શનનો લ્હાવો…ખૂબ ખૂબ અભિનંદન..આપના આ યોગદાન માટે.

    રમેશ પટેલ(આકાશદીપ)